ઊંઝા : ઉત્તરાયણ પૂર્વે નગર પાલિકા પ્રમુખે લીધો મહત્વનો નિર્ણય, જાણી કહેશો "વાહ કયા બાત હૈ" !

ઊંઝા : ઉત્તરાયણ પૂર્વે નગર પાલિકા પ્રમુખે લીધો મહત્વનો નિર્ણય, જાણી કહેશો "વાહ કયા બાત હૈ" !

ઉતરાયણ નજીક આવતા દોરીને લીધે બનતી અકસ્માતની ઘટનાઓ નિવારવા નગરપાલિકાએ લીધો મહત્વનો નિર્ણય

ઊંઝા નગરપાલિકા પ્રમુખે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ ના પોલ સાથે તાર બાંધવા આપી સુચના

નગરપાલિકાના કોર્પોરેટર ભાવેશ પટેલે પણ કરી હતી રજૂઆત

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ઉતરાયણ નજીક આવી રહી છે ત્યારે હાલમાં ઊંઝા સહિત અનેક જગ્યાએ ચાઈનીઝ દોરી ઉપરાંત નોર્મલ દોરીને લઈને વાહન ચાલકો સાથે ગળા કપાવવા જેવી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જોકે તાજેતરમાં ઊંઝા ઓવરબ્રિજ પરથી પસાર થતા એક ચાલક સાથે પણ ગળામાં દોરી ભરાઈ જવાની ઘટના ઘટી હતી.

ત્યારે હવે આગામી સમયમાં આવી દુર્ઘટનાઓ ન ઘટે તે માટે ઊંઝા બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ ના પોલ સાથે તાર લગાવવા માટેની માગણી તીવ્ર બની હતી.. જો દરેક બ્રિજના સ્ટ્રીટ લાઇટ પોલ ઉપર તાર લગાવવામાં આવે તો દોરા નીચે ન પડે જેને લઈને અકસ્માતની ઘટનાઓ નિવારી શકાય છે. જોકે નગરપાલિકા તંત્રના ધ્યાને આ વાત આવતી સાથે જ પાલિકા તંત્ર એક્શન મોડ માં આવી ગયું છે. એટલું જ નહીં પાલિકા પ્રમુખ રીંકુબેન પટેલે ઊંઝા ના જેટલા બ્રિજ છે એ દરેક બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ ના પોલ સાથે તાર બાંધવા માટે સૂચના આપી દીધી છે.