ઊંઝા શહેર ને હરિયાળું બનાવવા જેસીસ ગ્રૂપનો નવતર પ્રયોગ : જાણીને કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, ઊંઝા : ઊંઝા નગરપાલિકા દ્વારા શહેરને હરિયાળુ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી એક નવો પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં નગરના જાહેર માર્ગો પર વૃક્ષો વાવવા માટેનો ' ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ ' નગરપાલિકા દ્વારા અમલીય બનાવાયો છે. જેમાં “હરીયાળુ ઊંઝા પાર્ટ ૨” અંતર્ગત ઊંઝા નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં 1120 જેટલા રોપાનું પ્લાન્ટેશન કરવાનુ કામ ઊંઝા જેસીસ ગ્રુપના દ્વારા હાથ ધરાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરી વિકાસ યોજના ૨૦૨૪-૨૫ ની ગ્રાન્ટમાંથી ઊંઝા નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં 1120 રોપાનું પ્લાન્ટેશન કરવાનુ કામ ઊંઝા જેસીસ ગ્રુપના પ્રોજેક્ટ “હરીયાળુ ઊંઝા પાર્ટ ૨” ના અંતર્ગત સહભાગી થઇ બે વર્ષ માટેની માવજતની પ્રતિજ્ઞા સાથે ખાતમુર્હત વિધિવત ઊંઝાના ધારાસભ્ય અને ઊંઝા નગરપાલિકા પ્રમુખ ના વરદ હસ્તે ઉમંગ માર્બલની સામે, કેવલેશ્વર હેલ્થ સેન્ટરની પાસે, વિસનગર ચોકડી ખાતે યોજાયુ હતુ.
આ શુભ પ્રસંગે ઊંઝા નગરના ટી.પી.સ્કીમ કમીટી ચેરમેન શ્રી મણીભાઇ પટેલ (ઘી), આરોગ્ય કમીટી ચેરમેન હાજર રહ્યા હતાં. જેમાં ઊંઝા જેસીસ ગ્રુપના પ્રમુખ શ્રી અલ્કેક્ભાઇ, પ્રોજેક્ટ ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઇ તથા સાથી જે.સી. મેમ્બર્સ હાજર રહી સદર પ્રોજેક્ટને સફળ બનાવવા માટે વસાવેલ નવિન પાણીનુ ટેંકર તથા ટ્રેક્ટરનુ પણ મુર્હત કરી કાર્યક્રમની શોભા વધારી હતી.