સુરત: ચૈત્ર નવરાત્રી ના પ્રથમ દિવસે અંબિકા નિકેતન ખાતે ભક્તો ઉમટ્યા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ) : આજે ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ થયો છે ત્યારે સુરત અંબિકા નિકેતન ખાતે આદ્યશક્તિ માં જગદંબાના દર્શન કરવા માટે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે હજારો ભક્તોની ભીડ જામી હતી.
આજે વહેલી સવારથી જ ચૈત્ર નવરાત્રી ના પવિત્ર દિવસે સુરતીઓ આદ્યશક્તિ માં જગદંબાના દર્શન કરવા માટે સુરત અંબિકા નિકેતન ખાતે આવેલા અંબાજી મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર ખાતે લાંબી લાઈનો લાગી હતી. સાંજે પણ આરતી નો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જામી હતી. ત્યારે મંદિર દ્વારા સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી જેથી દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની આગવાડો ન પડે.
જોકે જે લોકો સિનિયર સિટીઝનો છે એમને માટે લાઈનમાં ઊભા રહેવાને બદલે સીધા જ દર્શનાર્થે જઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા ગોઠવી હતી. તો આ દિવસે ઘણા લોકો પોતાના નવા વાહનો ખરીદતા હોય છે ત્યારે વાહન ખરીદીને પૂજા કરવા માટે જે લોકો અહીં આવે છે તેમના માટે ગાડી પૂજા ટોકન કાઉન્ટર ની પણ વ્યવસ્થા કરાઈ હતી.