સુરત : મારૂં ગામ, કોરોનામુક્ત ગામ બનાવવા ધારાસભ્ય સાથે આરોગ્ય મંત્રી અને સાંસદ પહોંચ્યા ગામડાની મુલાકાતે અને કર્યું પ્રસંશનીય કામ

સુરત : મારૂં ગામ, કોરોનામુક્ત ગામ બનાવવા  ધારાસભ્ય સાથે આરોગ્ય મંત્રી અને સાંસદ પહોંચ્યા ગામડાની મુલાકાતે અને કર્યું પ્રસંશનીય કામ

ધારાસભ્ય સાથેઆરોગ્ય મંત્રી, સાંસદ તેમજ જીલ્લા પ્રમુખે કોવિડ આઇસોલેશન સેન્ટર, વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી.

નિઃશુલ્ક માસ્ક નું પણ વિતરણ કરવામાં આવ્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  સુરતના ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ દ્વારા તેમના વિસ્તારમાં સમય અગાઉ 80 બેડનું કોવિડ કેર isolation સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે માટે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ દ્વારા ભગીરથ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પોતાના મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારો કોરાણા નું સંક્રમણ ન ફેલાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે

જે અંતર્ગત આજરોજ "મારૂં ગામ, કોરોનામુક્ત ગામ" અભિયાન અંતર્ગત ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે કોવિડ આઇસોલેશન સેન્ટર, વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સાથે આરોગ્ય મંત્રી  કુમારભાઈ કાનાણી, સુરત શહેર ના સાંસદ સભ્ય દર્શનાબેન જરદોશ, જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઈ ,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ, પ્રભારી ભરતભાઈ, મહામંત્રી યોગેશભાઈ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા. ગામોને કોરોનામુક્ત બનવવા યોગ્ય સૂચન અને સમીક્ષા-માર્ગદર્શન મંત્રી દ્વારા કરવામાં આવ્યું સાથે જ લોકોને નિઃશુલ્ક માસ્ક નું પણ વિતરણ કરવામાં આવ્યું