ગીર સોમનાથ જિલ્લામાં ભેદી ધડાકાની ઘટના : લોકો થયા છે ભયભીત, જાણો શુ છે સમગ્ર ઘટના
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગીર સોમનાથ જિલ્લામા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ગીર સોમનાથમાં વેરાવળ, સોમનાથ અને કોડિનાર સહિતાન પંથકમાં ભેદી ધડાકા સંભળાયા છે.કેટલાક લોકો ધડાકા સાંભળતા જ ઘરોની બહાર નીકળી ગયા હતા. કેટલાક લોકો તો ભૂકંપની આશંકા પણ સેવી રહ્યા છે ભૂકંપ થવાને લઈને ભેદી ધડાકા સંભળાતા હોય તેવું લોકો અમુમાન કરી રહ્યા છે.
અગાઉ પણ ભેદી ધડાકા સંભળાયાની ઘટના સામે આવી હતી અગાઉ 3 માર્ચે જૂનાગઢ જિલ્લાના મજેવડી, વંથલીમાં ભેદી ધડાકા સંભળાયા હતા જેની ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરાવામા આવી હતી જે બાદ આ ઘટનાને લઈ તપાસ પણ હાથ ધરાઈ હતી જ્યારે ડિઝાસ્ટર વિભાગે પણ ભેદી ધડાકા સંભળાયા હોવાની વાત સ્વીકારતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
અત્રે નોંધનીય છે કે થોડા સમય અગાઉ રાત્રિના સમયે મોર્નિંગ ન્યુઝ ફોકસ ને ગીર સોમનાથ જિલ્લામાંથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આવા ભેદી ધડાકા સંભળાયા હોવાની માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે એ વ્યક્તિ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે દૂર એક મોટો પ્રકાશ દેખાયો હતો. પરંતુ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા તપાસ કરવામાં આવતાં આ અંગે કોઈ વધારે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારે એકવાર પુનઃ ધડાકા સંભળાવા ની ઘટના સામે આવી છે જેને લઇને લોકોમાં પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને આ ભેદી ધડાકા શાના છે તેને લઈને લોકોમાં આતુરતા જોવા મળી રહી છે.