કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ Dy. CM નીતિન પટેલના ગઢ માં AAP નો ડંકો વાગ્યો, ભાજપ માટે આઘાતજનક સમાચાર

કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ Dy. CM નીતિન પટેલના ગઢ માં AAP નો ડંકો વાગ્યો, ભાજપ માટે આઘાતજનક સમાચાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા હતા. જેમની હાજરીમાં ગુજરાતના ખ્યાતનામ પત્રકાર ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે આ ઘટનાને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં વધારો થયો છે. હવે અનેક લોકો કે જેઓ ભાજપ અને કોંગ્રેસની વિચારધારા થી નારાજ છે તેઓ આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરી રહ્યા છે.

તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના મહેસાણામાં આમ આદમી પાર્ટી ની લોકપ્રિયતામાં ખાસ્સો એવો વધારો જોવા મળી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં જ કેજરીવાલના આગમન પૂર્વે 50 જેટલા યુવાનો અને યુવતીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે કેજરીવાલ ની ગુજરાત મુલાકાત બાદ આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે જિલ્લા પ્રમુખ જીગ્નેશ પટેલની હાજરીમાં 100 જેટલા યુવાનો એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો મહેસાણા જિલ્લો એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં ધીમે ધીમે નાના મોટા ગાબડા પાડી રહી છે. જે ભાજપ માટે ખરેખર હવે ચિંતાનો વિષય બને તો નવાઈ નહીં. જોકે મહેસાણામાં આમ આદમી પાર્ટી 2022 ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોતાનો મજબૂત પ્રભાવ જમાવી રહી છે. ત્યારે આગામી વિધાનસભાની 2022 ની ચુંટણીઓમાં મહેસાણા જિલ્લામાં પણ ભાજપને ક્યાંકને ક્યાંક મોટો ફટકો પડે તો નવાઈ નહીં !