ઊંઝા : ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે જામશે ત્રિપાંખીઓ જંગ : કોણ હશે ચહેરા ? જાણો

ઊંઝા : ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે જામશે ત્રિપાંખીઓ જંગ : કોણ હશે ચહેરા ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઉત્તર ગુજરાતમાં ધીમે ધીમે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની જેમ ચૂંટણીનો માહોલ પણ જામી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ પંખીઓ જંગ જમવાનો છે. ત્યારે હજુ સુધી એક પણ પાર્ટી દ્વારા આ સીટ પર તેના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી નથી.જેને લઈને કાર્યકરોમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક એવી મૂંઝવણ પ્રવર્તી રહી છે કે આપણી પાર્ટીમાંથી ઉમેદવાર કોણ હશે?

જોકે ઊંઝા એ પાટીદારોનો ગઢ માનવામાં આવે છે તેથી આ વિધાનસભા સીટ પર સામાન્ય રીતે દરેક પાર્ટીઓ પાટીદારને જ ટિકિટ આપીને ચૂંટણી લડાવતી હોય છે.જોકે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ ઊંઝા સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ સીટ પર કોને ટિકિટ આપશે તેને લઈને અનેક અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. જોકે ભાજપ માં ટિકિટ માટે દાવેદારોની લાઈન લાગી છે તો બીજી બાજુ કોંગ્રેસ પણ સક્ષમ ઉમેદવારની શોધમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ હવે આ સીટ પર પાટીદાર કાર્ડ ખેલે તો ભાજપ અને કોંગ્રેસને જબરદસ્ત ટક્કર આપી શકે છે.

જો આમ આદમી પાર્ટી પાટીદાર ઉમેદવાર પસંદ કરે તો એ ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે આ વિધાનસભા સીટમાં સમાવિષ્ટ થતા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ઉપરાંત સામાજિક સંબંધ પણ ધરાવતો હોય જેથી વધુ ફાયદો થઈ શકે. ત્યારે જો ચર્ચા કરવામાં આવે તો હાલમાં આ સીટ પર આમ આદમી પાર્ટીના પાટીદાર ચહેરા તરીકે ભાનુભાઈ પટેલ નું નામ ભારે ચર્ચામા હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે ભાનુભાઈ પટેલ પોતે ઊંઝા વિધાનસભા સીટમાં આવતા 10 થી વધારે મોટા ગ્રામ્ય વિસ્તારના મતદારો સાથે સીધા સામાજિક સંબંધો ધરાવે છે.ઉપરાંત તેઓ સ્થાનિક કાર્યકર તરીકે પણ ખૂબ જ સક્રિય છે.તેથી આમ આદમી પાર્ટી કદાચ આ ઉમેદવારને પણ મેદાનમાં ઉતારે તો નવાઈ નહીં.