ખોડલધામે લાખો લોકોના જીવન બદલ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ખોડલધામે લાખો લોકોના જીવન બદલ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Mnf network:  ખોડલધામમાં વાર્ષિક કાર્યક્રમનું આયોજન થયુ છે. જેમાં રાજકોટના અમરેલીમાં કેન્સર હોસ્પિટલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા છે.

રાજકોટમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ થશે 

ખોડલધામમાં વાર્ષિક કાર્યક્રમના આયોજનમાં PM મોદીએ સંબોધન કર્યું છે. જેમાં જણાવ્યું છે કે રાજકોટમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ થશે. રાજકોટમાં AIIMS હોસ્પિટલ બની છે. ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઇ છે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વધારાઇ છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધારો થયો છે. ખોડલધામે દરેક ક્ષેત્રમાં સારી કામગીરી કરી છે. ખોડલધામે લાખો લોકોના જીવન બદલ્યા છે. 

પાણી બચાવવા માટે PM મોદીએ અપીલ કરી છે. લોકલ ફોર વોકલનો PM મોદીએ આગ્રહ કર્યો છે. તથા ડિજિટલ પેમેન્ટ અંગે લોકોને જાગૃત કરવા આગ્રહ કર્યો છે.