ઊંઝા સહિત ઉ.ગુ.માં પાણીના તળ નીચે જતાં ખેડૂતોએ સિંચાઈ માટે ફુવારા પદ્ધતિનો સહારો લેવાનું શરૂ કર્યું

ઉત્તર ગુજરાતમાં પાણીના તળ હવે 1000 ફૂટ નીચે જતા રહ્યા

ઊંઝા સહિત ઉ.ગુ.માં પાણીના તળ નીચે જતાં ખેડૂતોએ સિંચાઈ માટે ફુવારા પદ્ધતિનો સહારો લેવાનું શરૂ કર્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ઊંઝા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાણીના  તળ   ખૂબ જ નીચે ગયા છે જેને લઇને સિંચાઈની સમસ્યા દિન-પ્રતિદિન કપરી બની રહી છે.વળી પાણીના તળ નીચે જવાને કારણે આ બોર પણ ઘણી વખત નિષ્ફળ જતા હોય છે. ત્યારે હવે ખેડૂતોએ સિંચાઈ ની પદ્ધતિ ધીમે ધીમે બદલી છે જેમાં ખેડૂતોએ હવે ફુવારા પદ્ધતિ અપનાવવાનું શરૂ કર્યું છે.

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામના ખેડૂત  વિષ્ણુભાઈ અંબારામદાસ પટેલે પોતાના ખેતરમાં  હવે ફુવારા પદ્ધતિ દ્વારા  સિંચાઈ શરૂ કરી છે.  વિષ્ણુભાઈ પટેલ  જણાવે છે કે ફુવારા પદ્ધતિ દ્વારા કરવામાં આવતી સિંચાઈ ને લીધે પાણીનો વ્યય ઓછો થાય છે. તેમજ કૂવામાંથી પાણીને સરળતાપૂર્વક ખેતર સુધી પહોંચાડીને પાકને યોગ્ય પ્રમાણમાં સમય અંતરે પાણી આપી શકાય છે. અહીં પાણીના તળ હજાર ફૂટ ઊંડે જવાથી સિંચાઈ માટે પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે હવે ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરવાથી સિંચાઈ માટે પાણીની સમસ્યા હાલ કરી શકાય એમ છે.સાથે સાથે મહેનત પણ ખૂબ જ ઘટી જાય છે. ઉપરાંત ઓછા ખર્ચમાં સારી પાકની ઉપજ મળી શકે છે.