જન્માષ્ટમી પર્વ નિમિતે મોટી જાહેરાત
જન્માષ્ટમી મહાપર્વ નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ચાર ધામ પૈકીના એક સુપ્રસિધ્ધ દ્વારકા મંદિરમાં શ્રાવણ વદ આઠમને દિવસે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થશે જેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામા આવી છે. ત્યારે જનમાષ્ટમીના તહેવાર પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે.
દ્વારકા જગત મંદિરમાં શ્રાવણ વદ આઠમને દિવસે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામા આવશે ત્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં ભાગ લેવા માટે હજાઓ ભાવિકો ઉમટી પડશે. ત્યારે જિલ્લા તંત્ર પણ આ તહેવારને લઈને સજ્જ બન્યું છે. અને દ્વારકામાં જનમાષ્ટમીના આ પાવન પર્વ પર કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ડ્રોન ઉડાવવાથી અકસ્માતમાં જાનહાની થવાની ભીતિને લઈ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામું 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.