ઊંઝા : APMC ખાતે ખેડૂત માટે ગ્રીન ટેકનોલોજી સેમિનાર યોજાયો

ઊંઝા : APMC ખાતે ખેડૂત માટે ગ્રીન ટેકનોલોજી સેમિનાર યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી દ્વારા અવારનવાર ખેડૂત લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ખેડૂતોને પોતાના પાકોનું યોગ્ય વળતર મળે તે માટે હંમેશા એપીએમસી ઊંઝા કાર્યરત રહે છે. ઊંઝા એપીએમસી માં દિનેશભાઈ પટેલ ના નેતૃત્વમાં અનેક નામાંકિત લોકોએ મુલાકાત લઈને એપીએમસી ની કામગીરીની નિહાળી છે. માત્ર દેશ કે રાજ્યના જ નહીં પરંતુ વિદેશના ડેલિગેશને પણ ઊંઝા એપીએમસી ની મુલાકાત લીધી હતી અને ભારોભાર પ્રશંસા કરી હતી.

ત્યારે આજ રોજ ઊંઝા APMC અને સિનર્જીસ્ટીક સિડ્સ પ્રા. લી. ના સહયોગથી ખેડૂત મિત્રો માટે ખાસ ગ્રીન ટેકનોલોજી સેમિનાર યોજાયો. જે સેમિનારમાં ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. સુધીરભાઈ ભટ્ટ, ભારતીય કિસાન સંઘના માર્ગદર્શક શ્રી લાલજીભાઈ પટેલ, ઊંઝા APMC ના ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત ખેતીના તજજ્ઞો દ્વારા ઊંઝા વિસ્તારના ખેડૂતમિત્રોને બિયારણ, દવાઓ, પાક ઉત્પાદન, તૈયાર પાકની માવજતની વિગતવાર માહિતી પૂરી પાડી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવી.