ગણપતિ વિસર્જનનો ધમધમાટ, સુરત પોલીસ સજ્જ, આવી હશે તૈયારીઓ
ગજાનન લેશે વિદાય
ગણપતિ વિસર્જનને લઈ સુરત સજ્જ
બે રાજ્યોની પોલીસ પણ જોડાઈ બંદોબસ્તમાં
ગણેશ વિસર્જનને લઈને હવે સુરત પોલીસ સજ્જ થઈ ગઈ છે. કુલ 4214 પોલીસ જવાનો અને 5533 હોમગાર્ડ્સ આ દરમિયાન બંદોબસ્તમાં હાજર રહેશે. આ વખતે નાની મોટી કુલ 80 હજાર જેટલી બાપ્પાની મૂર્તિઓના વિસર્જનનું અનુમાન છે.
જેમ જેમ સમય જતો જઈ રહ્યો છે તેમ તેમ બાપ્પાની વિદાયની ઘડીઓ વધુને વધુ નજીક આવી રહી છે. લોકો જે ઉલ્લાસ અને ઉમંગ સાથે બાપ્પાને ઘરે લાવીને તેમની સ્થાપના કરતા હોય છે, એટલી જ ભાવવિભોરતા અને લાગણી સાથે ભક્તો બાપ્પાને વિદાય આપતા હોય છે. વાજતે ગાજતે, કંકુ, અબીલ, ગુલાલ ઉડાડતા ભાવિકો બાપ્પાને ભાવભીની વિદાય આપે છે
સુરતમાં બાપ્પાના વિસર્જનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન સુરતનું પોલીસ વિભાગ પણ મંગલમૂર્તિ બાપ્પાની વિદાયમાં કોઈ અમંગળ ન બને તે માટે સેફ્ટી અને સિક્યુરિટી માટે સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે.
પોલીસ બંદોબસ્તમાં આ વખતે 16 નાયબ પોલીસ કમિશનરની સાથે જ 106 પોલીસ ઈન્સપેક્ટર ખડે પગે હાજર રહેશે. જેની સાથે 205 PSI, 4214 પોલીસ જવાનો, 5533 હોમગાર્ડ્સ જવાનો ઉપરાંત RAF ની એક કંપનીને પણ ગોઠવવામાં આવશે. ઉપરાંત SRP ની 12 કંપની અને BSF ની એક કંપની પણ હાજર રહેશે. મહત્વનું છે