ઊંઝા : યાત્રાધામ ઐઠોર બસ સ્ટેન્ડ નં 2 પાસે બમ્પ મૂકવા રજૂઆત : 40 દિવસ વિત્યા છતાં તંત્ર મૌન !

ઊંઝા : યાત્રાધામ ઐઠોર બસ સ્ટેન્ડ નં 2 પાસે બમ્પ મૂકવા રજૂઆત : 40 દિવસ વિત્યા છતાં તંત્ર મૌન  !

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( ખબરપત્રી દ્વારા) :  ઊંઝા નજીક ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિર બસ સ્ટેન્ડ નંબર બે નજીક શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં આવન જાવન રહે છે જેને લઈ દિનપ્રતિદિન વધી રહેલ લોકઘસારા અને ટ્રાફિકને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધારણે રોડ ઉપર બન્ને બાજુ બમ્પ બનાવવા માટે ઐઠોર ગામના જાગૃત નાગરિક આશિષ પટેલ સહયોગ ગૃપ ઊંઝા દ્રારા ઊંઝા ધારાસભ્ય સહિત સબંધિત વિભાગોમાં રજુઆત કરી છે.

'આજુબાજુ નો વિસ્તારમાં પશુપાલન વાળો હોવાથી ગમે ત્યારે રસ્તામાં રખડતું ઢોર આવી જાય તો અકસ્માતની સંભાવના વધી જાય છે'.

ઐઠોર બસ સ્ટેન્ડ નંબર ૨ પર બમ્પ મુકવાની રજૂઆત ને ૪૦ દિવસ થવા આવ્યા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

શું તંત્ર મોટા અકસ્માતની તો રાહ જોવે છે ? રોડ પણ બરાબર ન હોવાની ફરિયાદો ઉઠી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા વિસનગર રોડ ઉપર ઐઠોર ગામ આવેલું છે જ્યા ઐઠોર બીજા નંબરનું બસ સ્ટેન્ડ આવેલું છે. જે શ્રી ગણપતિ મંદિર નજીક આવેલું હોઇ સમ્રગ રાજ્ય માંથી લાખો ભક્તો દર વર્ષે દર્શનાર્થે આવતા હોય છે.જેને લઇ દિવસે દિવસે વધતા લોક ઘસારા અને ટ્રાફિકના ધ્યાનમાં રાખીને રોડ ની બન્ને સાઈડ બમ્પ અથવા સ્પીડબ્રેકર બનાવવા માટે ની જરૂરિયાત ઊભી થઈ છે.