ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ : UCC કમિટી માં સુરત VNSGU ના પૂર્વ કુલપતિ ની થઈ પસંદગી
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ રાજ્ય સરકાર દ્વારા આજે મહત્ત્વની જાહેરાત કરવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચાશે.
UCC કમિટી ના અધ્યક્ષ અને સભ્યો...
1. રંજના દેસાઈ, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ (અધ્યક્ષ)
2. વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીના (સભ્ય)
3. એડ્વોકેટ આર.સી.કોડેકર (સભ્ય)
4. ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર (સભ્ય)
5. સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ (સભ્ય)
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી ચુકેલ દક્ષેશભાઈ ઠાકરનો યુનિફોર્મ સિવિલ કોડ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે દક્ષેશભાઈ ઠાકર એ શિક્ષણ જગત સાથે વર્ષોથી જોડાયેલા છે અને તેઓ એક સારા વક્તા પણ છે. તેમના કાર્યકાળમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની કાયાપલટ થઈ હતી.