એડવેન્ચર ટૂરિઝમનું હબ બનશે ગુજરાત, ટૂર ઓપરેટર્સમાં ઉત્સાહ

એડવેન્ચર ટૂરિઝમનું હબ બનશે ગુજરાત, ટૂર ઓપરેટર્સમાં ઉત્સાહ

Mnf network: ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત સાહસના પ્રયત્નોથી ગુજરાતમાં ટૂર ઓપરેટર્સ ઉત્સાહિત છે. ઓલમ્પિક કોચ માઇક ડ્રેર્સ વર્ષ 1989થી એક એડવેન્ચરર રૂપમાં ભાપતની યાત્રા કરી રહ્યા છે.  ટૂર ઓપરેટર્સ તેમના બિઝનેસ કરવાની રીતને નાના ફેરફારો કરી શકે છે, જેથી મોટો ફરક પડે.

ગુજરાતમાં એડવેન્ચર ટૂરિઝમની અપાર સંભાવનાઓ છે. અહીં કુદરતી વાતાવરણ પણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે તેમણે જણાવ્યું હતું કે, અહીં અને સમગ્ર ગુજરાતમાં સુંદરતા અને સ્વચ્છતા જોઈને મને આશ્ચર્ય થાય છે.

ગ્લોબલ હિમાલયન એક્સપિડિશન્સના સ્થાપક પારસ લૂમ્બાએ રાજ્યમાં એડવેન્ચર ટૂરિઝમ અંગે તેમની રજૂઆત કરી હતી. ATOAI એક્ઝિક્યુટિવ મેમ્બર વિલિન વાઇડે જણાવ્યું હતું કે, તે દેશનો સૌથી મોટો દરિયાકિનારો પણ ધરાવે છે. પાણી આધારિત પ્રવૃત્તિઓ પણ અહીં કરી શકાય છે.

ગુજરાતમાં કચ્છના રણ જેવા પુરાતત્વીય સ્થળો પણ છે. પારસ લૂમ્બાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસીઓ માટે ફરવા માટેના અનેક અલગ-અલગ સ્થળો છે, જેમાં બોર્ડર ટૂરિઝમનો પણ સમાવેશ થાય છે. વિલીન વાઇડે તેમના સંબોધનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

NIMAS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સના ડાયરેક્ટર કર્નલ રણવીર સિંહ જવાલે જણાવ્યું હતું કે, મેં પહેલીવાર સ્ટેચ્યુ ઑફ યુનિટી જોયું અને મારો અનુભવ અદ્ભુત હતો. આખી ઇકોસિસ્ટમ કેવી રીતે બનાવવામાં આવી છે, તે જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો.

ATOAI નું 15મું વાર્ષિક એડવેન્ચર ટૂરિઝમ કન્વેન્શન 2023 એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય આ કોન્ફરન્સમાં ત્રણસોથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ગુજરાતમાં એડવેન્ચર ટૂરિઝમની પ્રવર્તમાન શક્યતાઓ શોધવાનો છે.

પ્રવાસન ઉદ્યોગને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે બુધવારના રોજ રૂપિયા 4,490 કરોડના 15 સમજૂતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યો હતો. આ કરારો જ્યારે શરૂ કરવામાં આવે છે, ત્યારે 11,500 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવાની ધારણા છે.

એમઓયુમાં મઝાગોન ડોક શિપબિલ્ડર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચેનો એક છે, જેના પરિણામે પ્રવાસન ઉદ્યોગમાં એક વિશિષ્ટ પ્રોજેક્ટ છે. આ કરારનો ઉદ્દેશ્ય દ્વારકામાં અંડરવોટર એડવેન્ચર ટુરિઝમ માટે સમર્પિત 32 વ્યક્તિઓને સમાવવા માટે સક્ષમ સબમરીનનું નિર્માણ કરવાનો છે. તે પ્રવાસીઓને સોફ્ટ કોરલ, હાઇડ્રોઇડ્સ અને સી એનિમોન્સ સહિત દરિયાઇ જીવનની શોધ કરવાની તક આપશે.

સબમરીન લોકોને પુરાતત્વીય અને ઐતિહાસિક સ્થળોને જોવાની તક પણ પૂરી પાડશે, જેમાં ડૂબી ગયેલા શહેરનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ આવતા વર્ષે શરૂ થવાનો છે, અને અંદાજે 100 લોકોને રોજગારી પૂરી પાડવાની અપેક્ષા છે.