અમદાવાદના ફલાવર શોમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બનશે

અમદાવાદના ફલાવર શોમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બનશે

પ્રથમ વખત ફ્લાવર શોમાં સરદારનું સ્ટેચ્યૂ મુકાયું

સરદાર પટેલનું 6 મીટર ઊંચું સ્ટેચ્યૂ બનાવાયું

33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી

Mnf network:  અમદાવાદમાં ફલાવર શોની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ પ્રથમ વખત ફ્લાવર શોમાં સરદારનું સ્ટેચ્યૂ મુકાયું છે. સરદાર પટેલનું 6 મીટર ઊંચું સ્ટેચ્યૂ બનાવાયું છે.

વડનગરનું કીર્તિ તોરણ, મોઢેરા સૂર્ય મંદિરનું સ્ક્લ્પચર મુકાશે. 

33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી 

33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી જોવા મળશે. તથા 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. 

ફ્લાવર શો જોવા માટે આવનારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારીત નાસ્તાના વધુ ફુડ સ્ટોલ પણ લગાવવામાં આવશે. આ વખતે ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના છોડ હશે. મુલાકાતીઓને નાસ્તાની સુવિધા મળી રહે તે માટે ફુડ કોર્ટ અને સ્ટોલની વ્યવસ્થા કરાશે અને તેમાં મિલેટ્સ આધારિત નાસ્તાની સામગ્રીઓ મુકવામાં આવશે. ફ્લાવર શોની જેમ બુક ફોરમાં પણ મિલેટ્સ આધારિત વાનગીઓ ફુડ કોર્ટમાં જોવા મળશે.