વડોદરા : ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નો અભિવાદન સમારોહ ચર્ચામાં : હર્ષ સંઘવી ને નીચુ જોવું પડે તેવી સ્થિતિ ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : સંસ્કારી નગરી વડોદરામાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ની રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક ના નિયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે શું આ ટ્રાફિક ના નિયમો માત્ર આમ જનતા માટે જ છે ? શું ભાજપના નેતાઓની રેલીઓમાં ભાજપનો ખેસ ધારણ કરી નિયમો નું ઉલ્લંઘન કરનારાઓ સામે સરકાર કોઈ પગલા ભરશે ખરા ?
ચર્ચાતી વિગતો મુજબ, વડોદરા ખાતે યોજાયેલ જગદીશ પંચાલ ના અભિવાદન સમારોહમાં એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપનો ખેસ ધારણ કરીને લોકો બાઈક સાથે રેલીમાં સામેલ થયા હતા. ત્યારે ખુદ જગદીશ પંચાલ પણ બાઈક પર પાછળની સીટ પર જોવા મળ્યા હતા.
( Bjp4gujarat ની સોશ્યલ સાઇટ પર અપલોડ વીડિયોમાં ના દૃશ્ય )
જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ બાઈક રેલી ના વીડિયોમાં અનેક દ્વિ ચક્રી વાહન સવારો હેલ્મેટ વિનાના જોઈ શકાય છે ત્યારે સવાલ એ થાય છે કે શું ભાજપનો ખેસ ધારણ કરવાથી ટ્રાફિક ના કોઈ નિયમો લાગુ પડતા નથી ? ગૃહ મંત્રીના હોમ ટાઉન એવા સુરત જેવા શહેરમાં લોકોએ જો હેલ્મેટ ન પહેરી હોય તો તેમની પાસેથી દંડ વસૂલવામાં પોલીસે કાંઈ જ બાકી રાખ્યું નથી ત્યારે વડોદરામાં યોજાયેલી ભાજપની આ બાઈક રેલીમાં અનેક ચાલકો હેલ્મેટ વિના સવારી કરી રહ્યા હતા ત્યારે શું આવા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાઓ સામે દંડ વસૂલ કરવામાં આવશે ખરા ?
ગૃહ મંત્રી હર્ષ સંઘવી આ બાબતે પોતાના જ પક્ષ દ્વારા થયેલા ટ્રાફિક ના નિયમોના ઉલ્લંઘનને લઈને ગુજરાત પોલીસ ને કાયદો ભંગ કરનારાઓ સામે દંડ વસૂલ કરવાની સૂચના આપશે કે કેમ ? જે હોય તે પરંતુ હાલ તો જગદીશ પંચાલની આ બાઈક રેલી માં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થવાથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને નીચા જોવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાય છે.