Breaking: ઊંઝા APMC ના વાઇસ ચેરમેનને લઈ સૌથી મોટા સમાચાર
ઉંઝા માં GST વિભાગના દરોડા : APMC ના વાઇસ ચેરમેન સહિતનાની છ જેટલી પેઢીઓ પર દરોડા
ઊંઝામાં GST ના દરોડા
ઉંઝા APMC ના વાઇસ ચેરમેન અરવિંદ સોમા પટેલની પેઢી ઉપર પણ જીએસટી વિભાગના દરોડા
વાઇસ ચેરમેન અરવિંદ સોમા પટેલને ધારાસભ્યના ખૂબ જ નજીકના માનવામાં આવે છે
કેટલાક વેપારીઓ બારોબાર માલ વેચી એપીએમસી માં સેશ નહિ ભરી એપીએમસીને ચૂનો લગાડતા હોવાની લોકમુખે ચર્ચા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝામાં એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ સોમા પટેલ સહિત ના કેટલીક વેપારીઓની પેઢીઓ તેમજ ટ્રાન્સપોર્ટરોને ત્યાં જીએસટી ના દરોડા પડતા વેપારી આલમમાં ફફડાટ મચી ગયો છે.જોકે હાલમાં APMCના વાઈસ ચેરમેન અરવિંદ પટેલ સહિત ૬ જેટલા વેપારીઓના ત્યાં GST અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
GST વિભાગે દરોડા પાડયા એ વેપારી પેઢીઓનાં નામ.....
સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ. ગોપાલ ઈશ્વર, બાલચંદ સોમા, ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ, એસ. આર. ટ્રેડર્સ
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ફ્લાઇંગ સ્કોડ સ્ટેટ GST અધિકારીઓ દ્વારા ઊંઝાની સૈનિક ટ્રાન્સપોર્ટની અમીરગઢ ચેકપોસ્ટ પર બીલો ચેક કરતો ટ્રાન્સપોર્ટમાં ભરેલા ટ્રાન્સપોર્ટ માલિક સહિત ૬ જેટલા વેપારીઓના માલના બિલોમાં વાધા જનક લાગતા અધિકારીઓ દ્વારા ઊંઝા શહેરમાં જય વિજય સોસાયટી રોડ પર આવેલ સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ, તેમજ ઊંઝા એપીએમસી ના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ સહિતના ની છ જેટલી પેઢીઓ પર દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં GST વિભાગની તપાસમાં મોટી કરચોરી પકડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે ઊંઝા એપીએમસી ના વાઇસ ચેરમેન અરવિંદ સોમા પટેલને ધારાસભ્યના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. ત્યારે બીજી બાજુ એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે કેટલાક વેપારીઓ બારોબાર માલ વેચીને એપીએમસી માં સેશ નહિ ભરીને એપીએમસીને ચૂનો લગાડતા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.