વિશ્વભરમાં બમણી ઝડપે વધી રહયુ છે સમુદ્રનું જળસ્તર
Mnf network : છેલ્લા કેટલાક વર્ષોથી વૈશ્વિક સ્તર પર સમુદ્રના સ્તરમાં બમણી ઝડપે વધારો થઇ રહો છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના તાજેતરમા રીપોર્ટ અનુસાર, હાલના દાયકાઓમા સમુદ્રના સ્તરમાં વૃધ્ધીનો દર ઝડપી બની ગયો છે.
ભુવિજ્ઞાન પ્રધાન કિરન રિજ્જુએ બુધવારે લોકસભામાં એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં વૈશ્વિક જળવાયુની સ્થિતી-ર૦ર૩ રિપોર્ટના હવાલાથી જણાવ્યું કે સેટેલાઇટ રેકોર્ડની શરૂઆત પછીથી સમુદ્રના સ્તરમાં વધારાનો લાંબાગાળાનો દર બમણાથી વધારે થઇ ગયો છે.સમુદ્રના સ્તરમાં વધારાની કાઠાળ વિસતારો પર સીધી અસરનો અભ્યાસ નથી કરાયો પણ મંત્રાલયના સ્વાયત્ત સંસ્થા ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સુચના સેવા કેન્દ્રએ તટરેખા પરિવર્તન દર, ભરતીની સીમા અને લહેરોની ઉંચાઇના કારણે કિનારા પર સંભવિત અસરોના અંદાજના આધાર પર તરીયે ભેદધતા સુચકાંક નકશો તૈયાર કર્યો છે.