વાહન ચાલકો સાવધાન ! ઇ ચલણ ભરતાં પહેલાં જાણી લો આ હકીકત, નહિ તો એકાઉન્ટ થઈ જશે ખાલી
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હરિયાણાના ફરીદાબાદમાં નકલી ઈ ચલણ સ્કેમ સામે આવ્યું છે. બીજી જગ્યાએ પણ આવું હોઈ શકે છે. ફરીદાબાદના સાયબર ક્રાઈમ ઓફિસર હેમેન્દ્રકુમાર મીનાએ ખુલાસો કર્યો હતો કે, ઈ-ઈનવોઈસ પેમેન્ટની વધતી જતી લોકપ્રિયતાનો લાભ હવે કૌભાંડીઓ ઉઠાવી રહ્યા છે. તેઓ ગેરમાર્ગે દોરતી લિંક્સ સહિત કાયદેસરના ઇન્વોઇસેસ જેવા લાગતા નાણાંની ચોરી કરવા માટે બનાવટી સંદેશા બનાવી રહ્યા છે અને મોકલી રહ્યા છે.
અમદાવાદમાં પણ ઘણા લોકોને મોબાઈલમાં ટ્રાફીક ઈ ચલણ ચુકવવાના મેસેજ મળ્યાં છે કદાચ આ મેસેજ પણ સ્કેમર્સનો એક ભાગ હોઈ શકે છે માટે લોકોને વધારે સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવે છે.
ટેક્સ્ટ મેસેજમાં આવી કોઈ લિંક પર ક્લિક ન કરવું જે તમને નકલી વેબસાઈટ પર લઈ જઈ શકે છે. જો તમને લાગતું હોય કે તમને ટ્રાફિક પોલીસ ભંગની નોટિસ મળી છે, તો ટ્રાફિક પોલીસ વિભાગનો સીધો સંપર્ક કરો. જ્યાં સુધી તમે ટ્રાફિક પોલીસ અધિકારી સાથે વાત ન કરો ત્યાં સુધી કોઈ ચુકવણી કરશો નહીં. ટ્રાફિક પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઇટ દ્વારા જ ઇ-ચલણની ચૂકવણી કરો.