જીવનના દરેક તબક્કે EPSનો અભ્યાસ હોવો જરૂરી છે

જીવનના દરેક તબક્કે EPSનો અભ્યાસ હોવો જરૂરી છે

મૂડીરોકાણ કરતાં પહેલાં તેના રિટર્નને અસરકર્તા મુખ્ય 3 પરિબળો જાણવા જરૂરી

જેમ કમાણી વધે તેમ એટલિસ્ટ 10 ટકા બચત/મૂડીરોકાણ થઇ જાય તેવું આયોજન કરો

હું, તમે, આપણે સૌ 100માંથી 99 ટકા કિસ્સાઓમાં ટોળામાં બેસીને વર્ષો સુધી....

Mnf નેn work: દેશની આર્થિક સ્થિતિ, રાજકારણ, કમાણી, સમાજ સહિત બ્લા બ્લા બ્લા... ખાડે ગયાની ચર્ચાનો ભોગ બની ચૂક્યા હોઇશું અથવા તો નિષ્ણાતની જેમ અસ્ટમ પસ્ટમ આંકડાઓના આધારે પ્રભાવ પાડવા કોશિશ કરી ચૂક્યા હોઇશું.

ઈકોનોમી, પોલિટિક્સ એન્ડ સેન્ટિમેન્ટઃ મૂડીરોકાણને સૌથી વધુ અસરકર્તા આ 3 મુખ્ય પરિબળો છે. 

દેશ-દુનિયાના અર્થતંત્ર (ઇકોનોમી)ની અસર શેરબજાર હોય કે સોના-ચાંદી અને એફ્ડીના વ્યાજદર સહિત તમામ મૂડીરોકાણ શ્રોતને થતી હોય છે. દેશ-દુનિયાના રાજકારણ (પોલિટિક્સ)ની અસર પણ થાય છે. ત્રીજું સૌથી મહત્વનું પરીબળ માર્કેટ સેન્ટિમેન્ટ જો ખરાબ હોય તો ફ્ન્ડામેન્ટલ્સ સારાં હોય, છતાં ફેન્સીના અભાવે કોઇપણ મૂડીરોકાણ શ્રોતમાં રિટર્ન જામે નહીં. 

અર્નીગ પર શેર અર્થાત્ શેરદીઠ કમાણીઃ કંપનીએ કરેલાં ચોખ્ખા નફાને ઇશ્યૂ કરાયેલા કુલ શેર્સની સંખ્યા વડે ભાગતા આવે તે શેરદીઠ કમાણી. ઇ.પી.એસ. જેમ ઊંચી હોય તેમ તે શેર રોકાણ માટે યોગ્ય ગણાય છે. જોકે ઇ.પી.એસ. ઉપરાંત કંપની કયા ઉદ્યોગક્ષેત્રમાં કાર્યરત છે, ઉત્પાદન શ્રોણી રિસેશનપ્રુફ્ છે કે નહિં, ટર્નઓવર, નફાકારકતા, પી.ઇ. રેશિયો, રિટર્ન ઓન નેટવર્થ, ઇન્વેસ્ટર ફ્રેન્ડલી એપ્રોચ (બોનસ, ડિવિડંડ, રાઇટ્સ) સહિત સંખ્યાબંધ માપદંડો ધ્યાનમાં લેવા જોઇએ. 

Files