દિલ્હીમાં વાવાઝોડાને પગલે વરસાદનો 35 વર્ષનો અને તાપનાનનો 70 વર્ષનો રેકર્ડ તૂટ્યો
સફદરજંગમાં 115.5 મીમી વરસાદ
મહત્તમ તાપમાન 23.8 ડિગ્રીએ પહોંચી ગયું.
મોર્નિંગ ન્યુઝ ફોકસ,દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડાના પગલે ભારે વરસાદ થયો છે.જો કે હાલમાં વરસાદની ગતિ ધીમી પડી છે. હજી પણ ઘણા વિસ્તારોમાં હળવા વરસાદનો સિલસિલો ચાલુ છે. ગઈકાલથી દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગે દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 35 વર્ષ પછી મે મહિનામાં એક માસમાં આટલો વરસાદ થયો છે. 24 કલાકમાં, વાવાઝોડા અને પશ્ચિમના ખલેલને કારણે દિલ્હીના સફદરજંગમાં 118.9 મીમી અને પાલમમાં 57.6 મીમી વરસાદ નોંધાયો છે. આ અગાઉ 24 મે 1976 ના રોજ ચોવીસ કલાકમાં 60 મીમી વરસાદ નોંધાયો હતો.
એટલું જ નહીં, મે મહિનાના તાપમાને આશરે 70 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગઈકાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં 16 ડિગ્રી નીચે છે. 1951 પછી પહેલીવાર મે મહિનામાં આટલું ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના ઓછી છે.