MBBS તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ દેશની યુનિ. પોતાનું સેન્ટર ગુજરાતમાં સ્થાપશે
Mnf network: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની તસ્માનીયા યુનિવર્સિટીએ ગુજરાત યુનિવર્સિટીમાં પોતાનું સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. જે સંદર્ભે ગુજરાતમાંથી MBBS તેમજ નર્સિંગનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં જવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. કારણકે ગુજરાત કે ભારતમાંથી MBBS કે નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં જતા યુવાનો માટે કામ કરવા માટે પ્રેક્ટિસ લાયસન્સની આવશ્યકતા હોય છે.
ઓસ્ટ્રેલિયા
ભારતીય વિદ્યાર્થીઓમાં ઓસ્ટ્રેલિયા ખૂબ જ લોકપ્રિય છે. સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2022માં ઓછામાં ઓછા 1.09 ભારતીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા હતા. અહીં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2019માં 73808 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા.
ઓસ્ટ્રેલિયન સરકારે જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે IELTS, TOEFL અને Duolingo અંગ્રેજી ટેસ્ટ જેવી અંગ્રેજી પ્રાવીણ્ય કસોટીઓમાં ઉચ્ચ સ્કોર મેળવવો જરૂરી રહેશે. હવે ટેમ્પરરી વિઝા માટે IELTS સ્કોર 6.0 થી વધારીને 6.5 કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે તે 5.5 થી વધારીને 6.0 કરવામાં આવ્યો છે. આ સિવાય તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પણ નવી જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ જેન્યુઈન ટેમ્પરરી એન્ટ્રન્ટની જરૂરિયાતને બદલશે. આ સાથે ઓસ્ટ્રેલિયન સરકારે સ્ટડી વિઝા માટે બચતની રકમમાં પણ વધારો કર્યો છે. હવે વિદ્યાર્થીઓએ $24,505નો પુરાવો દર્શાવવો પડશે.