યાત્રાધામ દ્વારકામાં સબમરીન બાદ ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરાશે
દરિયાની અંદર દુર્લભ પ્રજાતિની ડોલ્ફિન જોઈ શકશે
ક્રૂઝમાં 1 ટ્રીપ બે કલાકની, ટ્રીપમાં 150 લોકો જઈ શકશે
ઇકો ટુરિઝમને વધારવા વાઈબ્રંટ સમિટમાં MOU થશે
Mnf network: સરકાર દ્વારા વિવિધ પર્યટન સ્થાનો પર વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે દ્વારકામાં હજી થોડાં દિવસ અગાઉ જ પાણીમાં ડુબી ગયેલી ભગવાનની દ્વારકા નગરીના સબમરીનથી દર્શન કરાવવાની વાત સામે આવી હતી ત્યાં હવે ડોલ્ફિન ક્રૂઝ શરૂ થવાના એંધાણ સામે આવી રહ્યા છે.
જેના અંગે માહિતી અનુસાર આ ક્રુઝની શરૂઆત માર્ચ મહિનાથી થશે. આ માટે ડોલ્ફિન ક્રુઝ દરિયામાં ત્રણ કિલોમીટર અંદર જઈ દુર્લભ પ્રજાતિની દરિયામાં કૂદકા મારતી ડોલ્ફિન જોઈ શકશે. તેમજ શિયાળામાં સ્થળાંતર થઈ વ્હેલ દ્વારકા નજીક આવતી હોય છે, તો તેને જોવાની પણ તક મળી શકે છે. આયોજકો દ્વારા ક્રૂઝમાં 1 ટ્રીપ બે કલાકની, ટ્રીપમાં 150 લોકો જઈ શકશે તેવી પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ ક્રૂઝ દરિયામાં 3 કિલોમીટર એટલે કે 1.62 નોટિકલ માઇલ અંદર સુધી જશે. ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે. આ રૂટમાં લોકો દુર્લભ મનાતી કૂદકો મારતી ડોલ્ફિન્સ સહિતની માછલીઓ જોવા મળશે
.