Breaking/ ઊંઝા ભાજપ સંગઠન નું કોકડું કેમ ગૂંચવાયું ? ભાજપ શહેર પ્રમુખના નામો ની યાદીમાં ઊંઝાની બાદબાકી ! કારણ છે ચોંકાવનારું

Breaking/ ઊંઝા ભાજપ સંગઠન નું કોકડું કેમ ગૂંચવાયું ? ભાજપ શહેર પ્રમુખના નામો ની યાદીમાં ઊંઝાની બાદબાકી ! કારણ છે ચોંકાવનારું

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : આજે મહેસાણા જિલ્લાના વિવિધ શહેર અને તાલુકા મંડલ ના પ્રમુખો ના નામની યાદી જાહેર કરવામાં આવી છે.જે યાદીમાં ઊંઝા ને બાકાત રાખતા એકવાર ફરીથી ઊંઝા ભાજપ સંગઠનમાં ક્યાંક ને ક્યાંક કોકડું ગૂંચવાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા શહેર ભાજપ પ્રમુખ માટે ધારાસભ્ય ના નજીક ના ગણાતા રાહુલ પટેલે દાવેદારી કરતાં કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો.આ રોષ સોશ્યલ મીડિયામાં જોવા મળ્યો હતો. કારણ કે આ એ જ રાહુલ પટેલ છે જેમને એક સમયે સોશ્યલ મીડિયામાં ભાજપ અને મોદી સામે ઝેર ઓકવામાં કાંઈ જ બાકી રાખ્યું ન હતું.જેને લઇ ભાજપનો વિરોધ કરનાર ને જ પ્રમુખ પદનો લાડવો ખવડાવવા નીકળેલ ધારાસભ્ય સામે પણ કાર્યકરોમાં કચવાટ જોવા મળ્યો હતો.

બીજી બાજુ ચાલતી અટકળો મુજબ, આ સમગ્ર મામલો પ્રદેશ સુધી પહોંચી ગયો હતો.જેને લઇ પ્રદેશ નેતાગીરી હવે ધારાસભ્ય પર ભરોસો મૂકી ખોટું જોખમ લેવા નથી માગતું.જો કે APMC ની ચુંટણીમાં ધારાસભ્ય ની જીદે ભાજપની પ્રતિષ્ઠા ને ધબ્બો લગાવ્યો હતો.ત્યારે હવે સંગઠન ની રચનામાં પ્રદેશ નેતાગીરી ઊંઝા ની બાબતો ને ચકાસી,તપાસી અને પૂરી માહિતી મેળવ્યા બાદ જ આગળ વધવા માગતી હોય એમ લાગી રહ્યું છે.