આક્ષેપ/ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીના મોઢે મહિલા સન્માનની વાતો શોભતી નથી : PM મોદીને પણ પડકાર

આક્ષેપ/ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીના મોઢે મહિલા સન્માનની વાતો શોભતી નથી : PM મોદીને પણ પડકાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત : ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં આ વખતે માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જે જંગ નથી પરંતુ આમ આદમી પાર્ટી એ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સંપૂર્ણ તૈયારી સાથે ઝંપલાવતા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણ રાજકીય પાર્ટીઓ વચ્ચે ત્રિ પંખીઓ જંગ જામવા જઈ રહ્યો છે ,ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસને છૂપો ડર સતાવી રહ્યો છે. એટલું જ નહીં ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ જે રીતે સભાઓ ગજવી રહ્યા છે અને લોકોને ભીડ એકત્ર થતી જોવા મળી રહી છે તે જોતા ભાજપ અને કોંગ્રેસની ખુરશીના પાયા ડગમગવા લાગ્યા છે.ત્યારે આમ આદમી પાર્ટી ને ગુજરાતમાં આગળ વધતી અટકાવવા માટે સત્તા પક્ષ દ્વારા  યેનકેન પ્રકારના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ ખુદ કેજરી વાલે પણ કર્યો છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના નગરસેવક ના અશોભનીય ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતાં આ નગરસેવકે ભાજપ સામે અનેક આક્ષેપો કર્યા છે જેને લઇને રાજકારણ ગરમાયુ છે.

આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા સુરત મહાનગર પાલિકાના સૌથી નાની ઉંમરના કોર્પોરેટર એવા 23 વર્ષીય પાયલ સાકરિયાએ તાજેતરમાં એક વીડિયો દ્વારા ભાજપ પર ફોટો મોર્ફ કરીને વાઇરલ કરવાના આક્ષેપો કર્યા હતા . પાયલ સાકરીયાના ફોટો સોશિયલ મીડિયામાં મુકાતા વિવાદ ઉભો થયો છે . પાયલ સાકરીયાનો તેના જ સાથી અભિનેતા સાથેનો શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો . ત્યારબાદ નીચે કોમેન્ટો લખવામાં આવી અને ત્યારબાદ ન્યૂડ ફોટો પણ મૂકવામાં આવ્યા હતા . કોર્પોરેટર પાયલ સાકરીયા પોલિટિશિયનની સાથે સાથે એક્ટ્રેસ પણ છે . આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા તેમણે અનેક નાની - મોટી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી આલ્બમમાં પણ કામ કર્યું છે.

પાયલ સાકરીયા ફેસબુક લાઈવની વીડિયો લિંક. સાંભળવા ક્લિક કરો.

https://fb.watch/gFtz4-4lsW/

સોશ્યલ મીડિયામાં વાયરલ ફોટોને લઈને નગરસેવક પાયલ સાકરીયાએ ભાજપના સીઆર પાટીલ અને હર્ષ સંઘવીની ફેસબુક માધ્યમથી લાઈવ થઈ જાટકણી કાઢી છે એટલું જ નહીં તેમણે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, "તમને મહિલા સન્માનની વાત કરવાનો કોઈ અધિકાર જ નથી." પાયલ સાકરીયાએ આક્ષેપ કર્યો છે કે, "ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને હર્ષભાઈ સંઘવી ના નજીક ના કાર્યકરો દ્વારા મને ખરીદી ન શક્યા એટલે ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શુ આ રીતે ભાજપ મહિલાઓ નું સન્માન કરશે?" વળી તેમણે એમ પણ જણાવ્યુ છે કે, " થોડાક સમય પહેલા ગોપાલ ઇટાલીયાના વાયરલ વીડિયોને લઈને મહિલા આયોગ દ્વારા તેમની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી હતી તો હવે જ્યારે મારી સામે આવા ષડયંત્રો રચવામાં આવ્યા છે ત્યારે હું પણ મહિલા આયોગમાં જઈ અને આવા હલકી માનસિકતા ધરાવતા લોકો સામે ફરિયાદ કરીશ અને જો મને ન્યાય નહીં મળે તો જ્યારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ સુરતમાં હશે ત્યારે ત્યારે હું તેમનો સતત વિરોધ પણ કરતી રહીશ." આમ પાયલ સાકરીયાએ ભાજપ સામે કરેલ આક્ષેપોથી ક્યાંક ને ક્યાંક પક્ષની છબી ખરડાઈ છે.

અત્રે નોંધનીય છે કે, પાયલ સાકરીયાએ અત્યાર સુધીમાં 50 કરતાં વધુ હિન્દી ગુજરાતી આલ્બમોમાં કામ કર્યું છે. તેમણે એક મૂવીમાં પણ પોતે અભિનેત્રી તરીકે કામ કર્યું છે. પરંતુ લાકડાઉનના કારણે તે મૂવી રીલીઝ થઇ શકી નથી . ગુજરાતી મૂવીમાં તેમણે પોતાનો અભિનય આપ્યો છે . થોડા દિવસો બાદ ગુજરાતી મોટા બેનરની ફિલ્મમાં પણ તેઓ કામ કરે તેવી શક્યતા છે , તે બાબતે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સાથે વાત અંતિમ તબક્કામાં છે . પાયલ પાસે માત્ર 1.42 લાખની મિલકત પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16 માંથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર છે.