વડોદરા : અલકાપુરી ગરનાળા પાસે આગ, વાહન વ્યવહાર ખોરવાયો, અફરા તફરી મચી

વડોદરા : અલકાપુરી ગરનાળા પાસે આગ, વાહન વ્યવહાર ખોરવાયો, અફરા તફરી મચી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઉનાળાની ઋતુ શરૂ થતા જ આગજનીના બનાવો અવારનવાર કેટલાક સ્થળે જોવા મળતા હોય છે. ત્યારે તાજેતરમાં વડોદરામાં એક આગજનીના બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.જેમાં વડોદરાના અલકાપુર ગરનાળામાં બપોર બાદ અચાનક વિકરાળ આગ ફાટી નીકળી છે. જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેથી અલકાપુરી ગરનાળાનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે.

જો કે, આગના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 સુધી આગ પહોંચી ગઇ હતી. આગના ધૂમાડા 10 કિ.મી. દૂર સુધી દેખાયા હતા.આગને પગલે રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ ગયો છે અને અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારને જોડતુ ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો આગની ઘટનાને જોવા માટે ઉમટી પડ્યા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.