ઊંઝા : મુંબઈ ખાતે FISS ની વાર્ષિક મિટિંગ યોજાઈ : ઊંઝા APMC ના ચેરમેનનું કરાયું સન્માન
કાર્યક્રમમાં ઊંઝા APMC મુખ્ય સ્પોન્સર રહ્યું હતું.
ઊંઝા માર્કેટયાર્ડ માંથી સૌથી વધારે નિકાસ થાય છે.
નવા યંગસ્ટર્સ નો આ બિઝનેસમાં ઝોક વધ્યો. જુદા જુદા વિસ્તારમાંથી આવેલા અનુભવી નિકાસકારો ના અનુભવો પ્રાપ્ત થયા.
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ નું કરાવ્યું સન્માન
FISS ના નવા પ્રમુખ તરીકે અશ્વિન નાયક ની નિમણુંક
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મુંબઈ : તાજેતરમાં 3 અને 4 માર્ચ ના રોજ મુંબઈ ખાતે FISS એસોસિયન દ્વારા વાર્ષિક મિટિંગ યોજાઈ હતી જેમાં ઊંઝા, રાજકોટ, રાજસ્થાન , મધ્યપ્રદેશ , દિલ્હી ,ગુજરાત સહિત ના વેપારીઓ આ મિટિંગ માં હાજર રહ્યા હતા.જો કે સો પ્રથમવાર ચાઇનીસ અને ઇજિપ્ત દેશો નાં વેપારીઓ પણ મિટિંગમાં હાજર રહ્યા હતા.
આગામી દિવસો માં જીરું , વરિયાળી , મેથી ,ધનિયા નું આગામી વર્ષ કેટલું ઉત્પાદન થશે તેનો કોરપ સર્વ રજૂ કરવામાં આવ્યો હતો.આગામી વર્ષમાં 70 લાખ બોરી જીરું બજારમાં આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. આગામી દિવસોમાં 20 લાખ બોરી વરિયાળી આવવાની શક્યતાઓ. આગામી દિવસોમાં 1 કરોડ 62 લાખ બોરી ધાણા આવવાની શક્યતાઓ.
આ વર્ષે ગત વર્ષ કરતાં જીરું અને વરિયાળી , ધાણા નાં પાકમાં વધારો નોંધાયો છે.આગામી દિવસોમાં 17.50 લાખ બોરી મેથી આવવાની શક્યતાઓ છે.ગત વર્ષે કરતાં આ વર્ષે મેથી નાં પાકમાં ધટાડો નોંધાયો છે. આ મિટિંગ માં FISS ના નવા પ્રમુખ તરીકે અશ્વિન નાયક ની નિમણુંક કરવામાં આવી હતી. મિટિંગમાં મસાલા નાં એક્સપોર્ટર , વેપારીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.