રામ રાખે તેને કોણ ચાખે : 36 કલાક દરિયામાં મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે કિશોર જીવતો મળ્યો

રામ રાખે તેને કોણ ચાખે : 36 કલાક દરિયામાં મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે  કિશોર જીવતો મળ્યો

નાહવા માટે ડુમસના દરિયામાં કૂધા બાદ ગુમ કિશોર લાકડાના સહારે જીવતો મળી આવ્યો

ગોડાદરાનો 14 વર્ષનો લખણ દેવીપૂજક દરિયામાં ભરતીના પાણીમાં તણાયા બાદ લાકડાના આધારે જીવતો રહ્યો અને ભવાની બોટના ફિશરમેનને મળ્યો

ધારાસભ્ય પૂર્ણેશ મોદીની  સરાહનીય કામગીરી

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : પૂનમના દિવસે ગોડાદરાનો 14 વર્ષીય કિશોર પરિવાર સાથે ડુમસ ફરવા પાસે ગયો હતો. તે દરમિયાન ભરતીના પાણીમાં તણાઈ ગયો હતો. જે કિશોર નવસારી દરિયામાંથી મળી આવ્યો છે. કિશોર લાકડાના સહારે જીવતો હતો તેવું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું.

ગોડાદરા નીલમનગર વેદનાથ મંદિરની પાછળ રહેતો 14 વર્ષીય લખણ વિકાસભાઈ દેવીપૂજક દરિયામાં ભવાની બોટના ફિશરમેનને જીવતો મળી આવ્યો હતો. જેથી ફિશરીશ વિભાગના બિંદુબહેનનો તેમના દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેથી ત્યાંથી ડુમસ પોલીસને જાણ કરવામાં આવતી ડુમસ પોલીસ અને એસીપી દીપ વકીલે શોધખોળ શરૂ કરી હતી.

સ્પીડ બોટની જરૂરીયાત ઊભી થતાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ હજીરાની એલએન્ડટી અને અદાણી પોર્ટ અને માહિતીમાં જાણવા મળ્યું હતું. રિલાયન્સનો સંપર્ક કર્યો હતો. બપોરે આ બોટ વલસાડથી રવાના થઈ હતી અને સતત સંપર્કમાં રહીને બાળકને ધોલાઈ બંદરેથી શોધી કાઢ્યો હતો. લખન દરિયામાં લાકડાના સહારે જીવતો રહ્યો હતો અને બાદમાં ફિશરમેનને મળી આવ્યો હતો.