સુરત : દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં ચુનિભાઈ ગજેરા દ્વારા બિલ ગેટ્સ નું સન્માન કરાયું

સુરત : દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં ચુનિભાઈ ગજેરા દ્વારા બિલ ગેટ્સ નું સન્માન કરાયું

દિલ્હી ખાતે યોજાયો હતો કાર્યક્રમ

માઈક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક શ્રી બિલ ગેટ્સના સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજીત કાર્યક્રમમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સહયોગી સંસ્થાઓ પૈકી એક હતી.

ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ચુનીભાઇ ગજેરા અને  કુ. કિંજલ ચુનીભાઈ ગજેરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રસ્ટી શ્રી ચુનીભાઇ ગજેરા એ મુખ્ય વક્તા એવા શ્રી બિલ ગેટ્સનું સન્માન કર્યું હતું.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) :  1 માર્ચ 202૩ ના રોજ દિલ્હી ખાતે રામનાથ ગોયંકા લેકચર સિરીઝ અંતર્ગત વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ, પરોપકારી અને માઈક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક શ્રી બિલ ગેટ્સના સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજીત કાર્યક્રમમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સહયોગી સંસ્થાઓ પૈકી એક હતી. આ પ્રસંગે ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ચુનીભાઇ ગજેરા અને  કુ. કિંજલ ચુનીભાઈ ગજેરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી શ્રી ચુનીભાઇ ગજેરા એ મુખ્ય વક્તા એવા શ્રી બિલ ગેટ્સનું સન્માન કર્યું હતું.

બિલ ગેટ્સે તેમના વક્તવ્યમાં સ્વાસ્થ્ય સુરક્ષા અને ગરીબી નિવારણ અંગે વિસ્તારથી વાત કરી હતી. આ બંને સમસ્યાઓ માટે તેમણે પોતાના અનુભવ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે વધુમાં ઇનોવેશન અને ટેકનોલોજી થકી વિશ્વના પાયાના પ્રશ્નોના નિવારણ માટે પણ સુઝાવ આપ્યા હતા. આવી વૈશ્વિક લેક્ચર સિરીઝના આયોજનમાં સહભાગી થવા બદલ ગજેરા ટ્રસ્ટ ધન્યતા અનુભવે છે.