મિત્રતાનું મેઘધનુષ્ય : મિત્રનો જીવ બચાવવા 1400 કિમીની મુસાફરી કરી ઓક્સિજન સિલિન્ડર લઈને આવ્યો અને.....પછી જે થયું એ જાણી આંખો માંથી આંસુ આવી જશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોના કહેર ને લઈને સમગ્ર દેશમાં અફરાતફરીનો માહોલ છે લોકો પોતાના સ્વજનોને ઓક્સિજન અને જીવન રક્ષક ગણાતા ઇન્જેક્શન અપાવવા માટે આમતેમ દોડી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં ઝારખંડના બોકારોમાં રહેતા એક યુવાને નોયડામાં રહેતા પોતાના મિત્રનો જીવ બચાવવા માટે ઓક્સિજન સિલિન્ડર સાથે કારમાં 1400 કિલોમીટરની મુસાફરી કરી હતી.
પ્રાપ્ત મીડિયા અહેવાલ મુજબ, બોકારોમાં રહેતા દેવેન્દ્રને ખબર પડી હતી કે, નોયડામાં રહેતા પોતાના મિત્ર અને આઈટી કંપનીમાં કામ કરતા રંજન અગ્રવાલને કોરોના થયો છે.તે હોસ્પિટલમાં એડમિટ છે પણ ઓક્સિજનની વ્યવસ્થા થઈ શકી નથી.આ જાણકારી મળ્યા બાદ દેવેન્દ્રે રવિવારે બપોરે બોકારોમાંથી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરીને કારમાં નોયડા જવા માટે નિકળી પડ્યા હતા.
દેવેન્દ્રનુ કહેવુ છે કે, બિહાર અને યુપી બોર્ડર પર મને પોલીસે રોક્યો હતો પણ જ્યારે મેં તેમને નોયડા જવાનુ કારણ કહ્યુ હતુ ત્યારે પોલીસે પણ મને જવા દીધો હતો.હવે મારા દોસ્તની હાલત સારી છે.હું અહીંયા જ રહેવાનો છું , જ્યાં સુધી મારો મિત્ર સંપૂર્ણ સાજો ના થઈ જાય. જોકે આ બંને મિત્રો વચ્ચેની મિત્રતા નો કિસ્સો સાંભળીને લોકો તેમની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે ખરેખર સાચો મિત્ર એ જ ગણાય છે દુઃખના સમયે મદદરૂપ થાય. દેવેન્દ્ર સાચા મિત્રની મિશાલ નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.