RSS ચીફ મોહન ભાગવતનું નિવેદન : 'ઈન્ડિયા' ની જગ્યાએ ' ભારત' શબ્દનો ઉપયોગ કરવાની ટેવ પાડે લોકો, તમામ નાગરિકો છે હિન્દુ
MNF News Network: RSS વડા મોહન ભાગવત સકલ જૈન સમાજના એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, કે, સદીઓથી આપણા દેશનું નામ ભારત રહ્યું છે. ભાષા ગમે તે હોય, નામ એક જ રહે છે. ભાગવતે કહ્યું, આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં ઈન્ડિયા શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે તો જ પરિવર્તન આવશે. આપણે આપણા દેશને ભારત કહીને બીજાને પણ સમજાવવું પડશે.
અગાઉ શુક્રવારે (1 સપ્ટેમ્બર 2023) તેમણે કહ્યું હતું કે ભારત 'હિંદુ રાષ્ટ્ર' છે અને તમામ ભારતીયો હિન્દુ છે અને તમામ ભારતીયો હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરે છે. લોકોની અપેક્ષાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સંઘે આ બધા વિશે વિચારવું જોઈએ. એક કાર્યક્રમમાં બોલતા 'ભારતનો દરેક વ્યક્તિ હિંદુ સંસ્કૃતિ, હિંદુ પૂર્વજો અને હિંદુ ભૂમિનો છે', તેમણે કહ્યું, 'હિન્દુસ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે અને આ એક હકીકત છે. વૈચારિક રીતે, બધા ભારતીયો હિન્દુ છે અને હિન્દુનો અર્થ બધા ભારતીયો છે. આજે જે લોકો ભારતમાં છે તે બધા હિંદુ સંસ્કૃતિ, હિંદુ પૂર્વજો અને હિંદુ ભૂમિના છે, તેનાથી વધુ કંઈ નથી.
ભાગવતે કહ્યું, 'કેટલાક લોકો તેને સમજી ગયા છે, જ્યારે કેટલાક પોતાની આદતો અને સ્વાર્થના કારણે સમજ્યા પછી પણ તેનો અમલ કરી રહ્યાં નથી. આ સિવાય કેટલાક લોકો તેને હજુ સુધી સમજી શક્યા નથી અથવા તો ભૂલી ગયા છે. ભાગવતે કહ્યું કે 'આપણી વિચારધારા'ની સમગ્ર વિશ્વમાં ખૂબ માંગ છે. તેમણે કહ્યું કે ખરેખર આ વિચારધારાનો કોઈ વિકલ્પ નથી.