ઊંઝા : PM મોદીના વતન વડનગરને અન્યાય : લોકોમાં ભાજપ શાસકો સામે ભારે આક્રોશ

ઊંઝા : PM મોદીના વતન વડનગરને અન્યાય : લોકોમાં ભાજપ શાસકો સામે ભારે આક્રોશ

વડનગર વિકાસ થી વંચિત

ધારાસભ્ય સ્વ. ડો.આશાબેન પટેલે માર્કેટયાર્ડ માટે કમર કસી હતી.

ડો.આશાબેનના નિધન બાદ વડનગર માર્કેટ યાર્ડની હલચલ અટકી પડી

ડો.આશાબેનના કાર્યકાળમાં વડનગરના વિકાસને વેગ મળ્યો હતો.

મોર્નિંગ ન્યુઝ ફોકસ વડનગર (સુના સો ચુના) :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન વડનગર ઊંઝા વિધાનસભામાં સમાવેશ થાય છે ત્યારે અહીં પ્રધાનમંત્રી નું વતન હોવા છતાં અનેક સમસ્યાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે જોકે શહેરનો ઇતિહાસિક વિકાસ ચોક્કસથી થયો છે પરંતુ રોજગારી સહિતના અનેક મુદ્દાઓ હજુ ઠેર અને ઠેર છે.

એટલું જ નહીં પરંતુ અહીં APMC ના નામે માત્ર વડનગર વાસીઓને દિવસે તારા બતાવવામાં આવી રહ્યા છે.જેને લઇ આ વિસ્તારના લોકોમાં ભાજપ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારનાં ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું થોડાક સમય પહેલા બીમારીને લીધે તેમનું નિધન થયું હતું. ત્યારથી આ વિસ્તારના વિકાસ કાર્યો અટકી પડ્યા છે.

આ બધાથી ઓછું હોય તેમ વર્ષોથી ઊંઝા વિધાનસભામાં ભાજપ દ્વારા માત્ર અને માત્ર ઊંઝા ના જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે.1967 માં વસંતભાઈ પરીખ અપક્ષ માંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા.તે પછી વડનગરનો કોઈ ધારાસભ્ય બન્યો નથી તેનો જનતાને પણ વસવસો છે.હાલમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નામે જ લોકો વોટ આપે છે. ત્યારે વર્ષોથી ભાજપને જીતાડનારા વડનગર વાસીઓને આજ દિન સુધી ઠેંગો આપવામાં આવ્યો છે જેને લઇ ભાજપના જ કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક છુપી નારાજગી હોવાનું ચર્ચા રહ્યું છે.

શહેરનો વિકાસ થયો છે પણ સમસ્યાઓ ઠેરની ઠેર છે.શહેરમાં આંતરાદિવસે મળતું પાણી , ભૂગર્ભ ગટરનો પ્રશ્ન , સફાઈ પાછળ કરોડોનો ખર્ચ પણ જ્યાં જુઓ તો ગંદકી . લોકોની સુખાકારી માટે તેમજ રોજગારી માટે કોઈ પગલાં લેવાયા નથી. રોજગારી માટે જીઆઇડીસી કે ઉદ્યોગ સ્થપાય તેવી લોકોની માગણી છે. અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા વડનગર વાસીઓમાં આ વખતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક મતદારોનો મિજાજ બદલાય તો પણ નવાઈ નહીં !