બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા પર વિધર્મી ઓનો પથ્થરમારો : ટિયર ગેસના સેલ છોડાયા

બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા પર વિધર્મી ઓનો પથ્થરમારો : ટિયર ગેસના સેલ છોડાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જિલ્લામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદમાં હવે નર્મદા જિલ્લામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નર્મદાના સેલંબા ખાતેથી આજે બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે.

વિગતો મુજબ કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.