હાઇકોર્ટે રેમડેસીવર ઇન્જેક્શ મુદ્દે રૂપાણી સરકારની ઝાટકણી કાઢી, જાણો શુ કહ્યું ?

હાઇકોર્ટે રેમડેસીવર ઇન્જેક્શ મુદ્દે રૂપાણી સરકારની ઝાટકણી કાઢી, જાણો શુ કહ્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતના મહાનગરોમાં કોરોના ની સ્થિતિ વણસી રહી છે ત્યારે રેમડેસીવર ઇન્જેક્શન ને લઈને ભારે અછત સર્જાઈ છે. એટલું જ નહીં લોકો ઇન્જેક્શન માટે સવારથી લાઇનોમાં ઊભા રહે છે. પરંતુ સરળતાથી ઇન્જેક્શન ઉપલબ્ધ થતાં નથી ત્યારે હાઈકોર્ટે આ મુદ્દે રૂપાણી સરકારનો ઉધડો લીધો હતો અને સરકારની ઝાટકણી કાઢી નાખી હતી.

હાઈ કોર્ટ સરકાર સામે અનેક સવાલો ખડા કર્યા હતા. હાઇકોર્ટે જણાવ્યું કે રાજ્યના નાગિરકોને કેમ આસાનીથી ઇન્જેક્શન નથી મળી રહ્યા. ઝાયડસ હોસ્પિટલની બહાર કેમ લાંબી લાઇનો લાગે છે. જે લોકો ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહે છે તે કંઇ મજા માટે ઉભા રહેતા નથી. કોર્ટે કહ્યું કે ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાંથી જ મળે છે. શા માટે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જ ઇન્જેક્શન આપવામાં આવે છે. ઓક્સિજન અને ઇન્જેક્શન હોમ ક્વોરન્ટીન લોકોને પણ આપી શકાય.

આ મુદ્દે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું કે ઇન્જેક્શનનું પ્રોડક્શન ઓછું હોવાથી તે જોઇએ તેટલા મળતા નથી. જે બાદ હાઇકોર્ટે ફરી કડક ટિપ્પણી કરતા કહ્યું કે રાજ્યમાં ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક છે તે અમને ખબર છે. અમે તમને જે સૂચન કરેલા છે તે ફરી અમને ન કહો. ક્યા કારણોસર લોકો સુધી ઇન્જેક્શન નથી પહોંચતા તેમ અમને ખબર નથી પરંતુ અમારે જાણવું હશે તો અમે જાણી લઇશું. બાકી ગુજરાતમાં ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક છે તેમની અમને જાણ છે.