Exclusive : મીડિયાના સવાલો સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ફસાયા
ભારત જોડો યાત્રા અટકાવવા ઇચ્છતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો રદ કરવા અમદાવાદ મનપા ને પત્ર લખશે ખરા ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ચીનમાં કોરોના વકરતા હવે ભારત સરકાર પણ ખૂબ જ સતર્ક બની ગઈ છે અને તમામ રાજ્ય સરકારોને યોગ્ય રીતે સતર્ક રહેવા માટે આ અંગે મહત્વના નિર્દેશો આપ્યા છે.બીજી બાજુ કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા હાલમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પત્ર લખીને રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા બંધ રાખવા માટે અપીલ કરી હતી. જેના પાછળ તેમણે આ યાત્રા થી કોરોના વધારે ફેલાઈ શકવાની દહેશત વ્યક્ત કરી હતી.
ત્યારે તાજેતરમાં અમદાવાદ ગાંધીનગર ખાતે એક ખાનગી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને મીડિયા દ્વારા અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો ને લઈને કોરોના ફેલાઈ શકે છે તે અંગે મીડિયાએ પ્રશ્ન પૂછતા માંડવીયા એ ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર સતર્ક રહેવાની જરૂર છે.બીજી બાજુ ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પણ આડકતરી રીતે સરકાર કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો યોજવા મક્કમ છે તેવા નિર્દેશો આપ્યા હતા.
ત્યારે સવાલ એ થાય છે કે જો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા થી કોરોના ફેલાઈ શકતો હોય તો કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોમાં તો અનેક લોકોની ભારે ભીડ એકઠી થઈ શકે છે. તો શું એ વખતે કોરોના ફેલાશે નહીં ? શું માત્ર કોવિડ ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાથી કોરોના ફેલાતો અટકી શકે છે ખરો? જો આમ જ હોત તો કોરોના ફરીથી ફેલાયો ન હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક માંડવીયાની પોતાની સરકાર ને બચાવવાની અને વિપક્ષને આડકતરી રીતે ઘેરવાની મન ની મુરાદ બહાર આવી ગઈ છે.કોરોના ભલે ફેલાય પણ પોતાની સરકાર નો બચાવ કરવો એ ભાજપના નેતાઓની ખાસિયત કહેવી કે આવડત ?