રાજ્યની સ્કૂલોમાં આજથી ધો.9થી 12ની દ્વિતીય-પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ

રાજ્યની સ્કૂલોમાં આજથી ધો.9થી 12ની દ્વિતીય-પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ

Mnf network:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓમાં મંગળવારથી દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાનો સત્તાવાર પ્રારંભ થશે. વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના પગલે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો. જે મુજબ હવે ધો.9થી 12ની પ્રિલિમ અને દ્વિતીય કસોટી 29 જાન્યુઆરીના બદલે 30 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

જ્યારે 7 ફેબ્રુઆરીના બદલે હવે 8 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા પૂર્ણ કરાશે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં પણ સોમવારથી જ દ્વિતીય કસોટીનો પ્રારંભ કરવામાં આવનાર હતો. જોકે, ઘણી સ્કૂલોએ એક દિવસ મોડી પરીક્ષા શરૂ કરવાનું આયોજન કર્યું છે. જ્યારે અમુક પ્રાથમિક સ્કૂલોમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરીક્ષા લેવામાં આવી હતી