Breaking : AAP ની 13 મી યાદી જાહેર : ઊંઝા વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીએ કોને આપી ટીકીટ ?

Breaking : AAP ની 13 મી યાદી જાહેર : ઊંઝા વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીએ કોને આપી ટીકીટ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની 13 મી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતની રાજનીતિનું મહત્વનું કેન્દ્ર ગણાતા ઊંઝામાંથી આમ આદમી પાર્ટીએ ઉર્વીશ બાબુભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

ઊંઝા વિધાનસભા સીટ પર પાટીદારોનું ભારે પ્રભુત્વ રહ્યું છે.ત્યારે આમ આદમી પાર્ટી એ પણ પાટીદાર ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. આમ આદમી પાર્ટી એ ઉર્વીશ પટેલ ને મેદાનમાં ઉતાર્યા છે .જેઓ કરલી ગામના છે. ઉત્તર ગુજરાત યુથ વિંગ ના  સેક્રેટરી છે અને પોતે નાના 12 ગોળ સમાજના છે. અત્રે નોંધનીય છે કે ઉર્વીશ પટેલ જે સમાજ માંથી આવે છે એ સમાજના ઊંઝા વિધાનસભા સીટમાં આશરે 10 થી 12 જેટલા ગામડાઓ છે. અત્રે નોંધનીય છે કે થોડાક સમય પહેલા ઊંઝામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની જે સભા કરવામાં આવી હતી એનું નેતૃત્વ ઉર્વીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.