Big Breaking : ગુજરાત સરકાર લાવી શકે છે યુનિફોર્મ સિવિલ કોડ નો કાયદો : જાણો- શુ છે આ કાયદો?
ગુજરાતમાં ચૂંટણી પહેલા ભાજપ સરકારનો સૌથી મોટો દાવ, યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે આવી શકે છે પ્રસ્તાવ
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે છે રાજ્ય સરકાર
સરકાર કરી શકે છે કમિટીની રચના
RSS અને ભાજપ શરૂઆત થી જ આ કાયદા નું કરે છે સમર્થન
મોર્નિંગ ન્યુઝ ફોકસ : આજે મળનારી કેબિનેટ બેઠક બાદ ભુપેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ નો કાયદો લાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે.ગુજરાતમાં ચૂંટણી પહેલા આજે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળવાની છે ત્યારે આ બેઠકમાં અત્યાર સુધીનું સૌથી મોટું એલાન સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ થઈ શકે છે.
નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ થી દરેક ધર્મ માટે સમાન કાયદો હશે. પાકિસ્તાન સહિતના કેટલાક દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ નો કાયદો છે. નિવૃત્ત જજ ની અધ્યક્ષતામાં બની શકે છે કમિટી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા જાહેરાત કરી શકે છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. અનુચ્છેદ 44 અંતર્ગત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકારની પણ હોય છે.