ઊંઝાના મહેરવાડા ગામે ધ્વજવંદન કાર્યકમ બાદ  ભવ્ય ત્રિરંગા યાત્રા રેલી યોજાઈ

ઊંઝાના મહેરવાડા ગામે ધ્વજવંદન કાર્યકમ બાદ  ભવ્ય ત્રિરંગા યાત્રા રેલી યોજાઈ

ઊંઝાના મહેરવાડા ગામે ધ્વજવંદન કાર્યકમ બાદ  ભવ્ય ત્રિરંગા યાત્રા રેલી યોજાઈ
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા.

 મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  15 મી ઓગષ્ટ ના રોજ  દેશ ની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ ની દેશભરમાં ઉજવણી થયી રહી છે.ત્યારે ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે આવેલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યકમ યોજાયો હતો જે બાદ તેજસ્વી બાળકોને દાતા દ્રારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

  ઊંઝા તાલુકા ના મહેરવાડા ગામે અનુપમ પ્રાથમિક શાળામાં સવારે નિયમોનુસાર ઘ્વજવંદન કાર્યક્રમ બાદ આચાર્યશ્રી હેમાંગભાઈ શુક્લ તથા તલાટીશ્રી અલ્પેશભાઈ પટેલ દ્વારા ગામના યુવાઓ તથા શિક્ષકગણ ના સહયોગથી સમગ્ર ગામમાં ડી.જે સાથે વિશાળ તિરંગા રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં જોઈન્ટ ડાયરેકર-ઇકોનોમિક્સ & સ્ટેટેસ્ટીકસ શ્રી.શૈલેષભાઇ એસ મેવાડા,ગામના વડીલો,યુવામિત્રો,વિધાર્થીઓ દ્વારા તિરંગા સાથે રેલીમાં હાજર રહી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો. મહેરવાડા પ્રાથમિક શાળાના બાળકો પણ ડીજે ના તાલે દેશભક્તિના રંગે રંગાયા હતા સહુ ગ્રામજનો પણ ઉત્સાહભેર તિરંગા રેલીમાં જોડાયા હતા. આ રેલી સમગ્ર ગામમાં ફરી હતી .