આજથી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ શરૂ

આજથી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ શરૂ

એડમિશન માટે કોમન પોર્ટલની આજથી શરુઆત થશે

એક જ પ્રવેશ ફીમાં તમામ યુનિવર્સિટીમાં એડમિશન થશે

વિદ્યાર્થીઓએ પોતાનો ડેટા જ અપલોડ કરવાનો રહેશે

આજથી પોર્ટલનું લોન્ચિંગ

Mnf network: ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષીકેશ પટેલ દ્વારા આજે તમામ યુનિવર્સિટીઓમાં એડમિશન માટે જીસીએએસ પોર્ટલનું લોંચિંગ કરશે. તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન હવેથી ઓનલાઇન થઈ શકશે.

તમામ યુનિવર્સિટીમાં એડમિશન થશે 

તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) કાર્યરત રહેશે. સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની એડમિશન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સરળ અને સુરક્ષિત એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. હવે GCAS દ્વારા નજીવી ફી માં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.