વિજાપુર : માત્ર 5 વર્ષમાં ભાજપના રમણ પટેલની સંપત્તિમાં 39 કરોડનો વધારો : વિચારો વિકાસ કોનો થયો ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : વિજાપુર બેઠક ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સૂર ઊઠી રહ્યો છે. જોકે ભાજપના કેટલાક કાર્યકરોએ કમલમમાં જઈને પણ રમણ પટેલ સામે બળાપો ઠાલવ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મતદારો માંથી જબરદસ્ત પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે.
આ ઉપરાંત ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે કારણકે માત્ર પાંચ વર્ષમાં રમણ પટેલની સંપત્તિમાં 39 કરોડનો વધારો નોંધાયો છે ત્યારે લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે રમણ પટેલે વિધાનસભા વિસ્તારનો વિકાસ કર્યો કે પછી પોતાનો વિકાસ કર્યો છે ?
2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રમણ પટેલે 4.80 કરોડની જંગમ અને રૂપિયા 51.46 કરોડની સ્થાવર મળીને કુલ 56.26 કરોડની મિલકત જાહેર કરી હતી.ત્યારે આ વર્ષે રજૂ કરેલા સોગંદનામાં રમણ પટેલે 68.49 કરોડની સ્થાપન મિલકત અને 26.52 કરોડની જંગમ મિલકત મળીને કુલ 95.01 કરોડની મિલકત જાહેર કરી છે ત્યારે મહેસાણા જિલ્લાના તમામ ઉમેદવારોમાં રમણ પટેલ સૌથી ધનિક હોવાનું માનવામાં આવી રહ્યું છે.