કોમર્સ અને સાયન્સનો ક્રેઝ ઘટ્યો : આર્ટસ ની માંગ વધી, જાણો કારણ

સ્પર્ધાત્મક-જાહેરસેવા આયોગની પરીક્ષા અને સાહિત્ય ક્ષેત્રમાં રસ વધતા સીધી અસર

કોમર્સ અને સાયન્સનો ક્રેઝ ઘટ્યો : આર્ટસ ની માંગ વધી, જાણો કારણ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : VNSGU યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ કોલેજોમાં બી.એ. પ્રથમ સત્રમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદ યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ કોલેજોમાં 2018માં 12586 સામે ગત વર્ષે 2022-23માં 16263 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો. તેમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા પાંચ વર્ષ પહેલા 6949ની સામે ગત વર્ષે 8681 નોંધાઇ છે.

ચાલુ સત્રની પ્રવેશ કાર્યવાહી હજું સુધી પૂર્ણ થઇ નથી. આર્ટ્સ કોલેજોમાં ચાલુ સત્રમાં હજું સુધી 13349 વિદ્યાર્થીઓએ પ્રવેશ લઇ લીધો છે. તેમજ હાલમાં ઓફલાઇન પ્રવેશ કાર્યવાહી ચાલી રહી હોય આવનારા દિવસોમાં સંખ્યા વધીને 15 હજારને પાર કરી જાય એવી શક્યતા સેવાઇ રહી છે. સ્પર્ધાત્મક અને જાહેરસેવા આયોગની પરીક્ષા આપવાનું વધેલું ચલણ તેમજ વિદ્યાર્થીઓનો સાહિત્ય ક્ષેત્રમાં રસ વધતાં આર્ટ્સમાં વિદ્યાર્થી વધ્યા હોવાનો મત અપાઇ રહ્યો છે.