ઊંઝા : કોરોનાકાળ દરમ્યાન પ્રસંશનીય કામગીરી કરવા બદલ MLA ડો.આશાબેન પટેલને મળ્યું શ્રેષ્ઠ સન્માન
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : કોરોનાની મહામારી દરમ્યાન કેટલાક નેતાઓએ લોકોની વચ્ચે જવાનું ટાળ્યું હતું ત્યારે ઊંઝાના સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલ દ્વારા ઊંઝા એપીએમસી તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ઊંઝા અને વડનગરમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
કોરોના ની પ્રથમ લહેર દરમિયાન ઊંઝા તાલુકાના તમામ ગામડાઓને સેનેટાઈઝર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ લોકોમાં માસ્ક અને સોશ્યલ distance વિશે જાગૃતિ આવે તે માટે પણ અથાક પ્રયત્નો હાથ ધરાયા હતા. આ ઉપરાંત ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલના નેતૃત્વમાં ઊંઝા ના ધારાસભ્ય ના માર્ગદર્શન મુજબ વિધાનસભા વિસ્તાર એવા ઊંઝા અને વડનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આમ કોરોના કાળ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોને ઊંઝા લાયન્સ પરિવાર દ્વારા સન્માનિત કરાયા હતા. લાયન્સ પરિવાર ઊંઝા આયોજિત કોરોના જેવી મહામારીમાં સેવા આપનાર "કોરોના વીર યોદ્ધા" સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, APMC ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખ રિનકુબેન પટેલ, ઊંઝાના તમામ ડૉકટરો તેમજ ઊંઝાની સેવાકીય સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું.