રાજકોટ માં પટેલ મહીલા ની મેયર તરીકે તક
Mnf network:સૌરાષ્ટ્રના જામનગરમાં બીસી; ભાવનગરમાં ઓબીસીને મેયરપદનું રોટેશન: સુરતમાં હવે પાટીદાર પસંદ થાય તો રાજકોટમાં બ્રાહ્મણ મેયર આવી શકેરાજકોટ:ગુજરાતમાં મહાપાલિકાઓના નવા પદાધિકારીઓની શરુ થયેલી પસંદગીમાં આજે અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈન અને વડોદરાના મેયર તરીકે પીન્કીબેન સોનીની પસંદગી થiઇ.
અમદાવાદ-વડોદરા બન્નેમાં સામાન્ય કેટેગરીમાં મહિલાઓની પસંદગી સૂચક છે અને રાજકોટમાં પણ સામાન્ય મહિલાની માટે મેયરપદ અનામત છે અને તેની રાજકોટમાં મેયરમાં પાટીદાર અથવા બ્રાહ્મણ મહિલાને પસંદગીની શકયતા છે.
જામનગરમાં મેયર પદ બીસી માટે અને ભાવનગરમાં ઓબીસી માટે અનામત છે અને તેથી રાજકોટ અને સુરતમાં ભાજપ મોવડીમંડળ કઈ જ્ઞાતિને મેયરપદ સોપશે તેના પર ચર્ચા છે. રાજકોટમાં પાટીદાર સમાજમાં મહિલા મેયર માટે લેઉવા પટેલ સમાજની દાવેદારી છેક ગાંધીનગર સુધી પહોંચી છે. રાજકોટમાં બે ધારાસભ્યો અલગ અલગ લોબીંગ કરી રહ્યા છે અને લેઉવા પાટીદાર મહિલા માટે આ સમુદાયના જાણીતા અગ્રણીએ છેક મુખ્યમંત્રી સુધી 'નામ' પહોચાડી દીધું હોવાનું કાર્યકર્તાઓને ચર્ચામાં છે. ભાજપે વડોદરા-અમદાવાદમાં પાટીદાર કે બ્રાહ્મણ સમાજને તક આપી નથી તો તેની સામે સુરતમાં છેલ્લે હેમાલી બોઘાવાલા અનામત વર્ગમાંથી આવતા હતા તેથી હવે આ શહેરમાં અન્ય સમુદાયને સ્થાન મળી શકે છે.