સુરત : આ મહિલા ધારાસભ્યએ ભાજપના સ્થાપના દિવસે કર્યું એવું કામ કે જે જાણીને PM મોદી પણ પ્રશંસા કર્યા વિના નહિ રહી શકે !
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હતો જેને લઇને ભાજપના મોટા ભાગના નેતાઓ એ ભાજપનો ધ્વજ તેમના પોતાના મકાન ઉપર ફરકાવ્યો હોવાના અનેક ફોટો સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા. જ્યારે સુરત ભાજપના ચોર્યાસી વિધાનસભાના એક મહિલા ધારાસભ્ય ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે એવું કાર્ય કર્યું જેમાંથી ભાજપના અન્ય નેતાઓને પણ પ્રેરણા મળી શકે છે.
સુરત ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ઝંખનાબેન પટેલ અને તેમની ટીમ દ્વારા ડુમસ દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું જેમાં બીચ પર રહેલ પ્લાસ્ટિક અને કચરા ને સાફ કરવામાં આવ્યો હતો. જોકે ઝંખનાબેન પટેલના આ દરિયા કિનારાની સફાઈના કાર્ય એ પર્યાવરણ પ્રેમી અરુણ કૃષ્ણમૂર્તિ ની યાદ અપાવી દીધી છે. કે જેણે ગૂગલની લાખો રૂપિયાના પગારની નોકરી છોડીને તળાવ અને દરિયા કિનારાઓ ની સફાઈનું અભિયાન હાથ ધર્યું હતું. ઝંખનાબેન પટેલનું આ દરિયા કિનારાની સફાઈનું કાર્ય ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. ભાજપના અન્ય નેતાઓએ પણ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ.