ઊંઝામાં મતદાન દરમ્યાન કોણે કર્યો નિયમોનો ભંગ ?

ઊંઝામાં મતદાન મથક નજીક રાજકીય પાર્ટીના સિમ્બોલ વાળા વાહનોને લઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારે નિયમોનો ભંગ થતો હોવાનો મૂક્યો આરોપ

ઊંઝામાં મતદાન દરમ્યાન કોણે કર્યો નિયમોનો ભંગ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ મહેસાણા : રાજ્યમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલુ થયું છે ત્યારે મહેસાણા જિલ્લામાં સાત વિધાનસભાની બેઠકો ઉપર મતદાન શરૂ થયું છે જેમાં મહેસાણાની ઊંઝા વિધાનસભામાં ચૂંટણીના નિયમોનો ભંગ થતો હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓફિસ પટેલે કરી છે

વિડિયો અને ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

ઉર્વીશ પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને જણાવે છે કે, શિશુમદિર સંકુલ આગળ ના દ્રશ્ય છે.જેમાં બીજેપી વાળા પોતે નિયમો બનાવે અને નિયમોનો ભંગ કરે છે એવો આરોપ મૂક્યો છે.ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ૨૦૦ મીટર ની અંદર કોઈપણ રાષ્ટ્રીય પાર્ટીના ચિન્હ વાળું તત્વ ના હોવું જોઈએ છતાં પણ બીજેપીના લોકો મતદાન મથકના 200 મીટર ની અંદર આવીને પોતાની ચિન્હ વાળી ગાડી ઉભી રાખે છે .