Breaking : 10 એપ્રિલ સુધી સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ, કોલેજોની પરીક્ષા મોકૂફ

Breaking : 10 એપ્રિલ સુધી સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ, કોલેજોની પરીક્ષા મોકૂફ
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા હવે ફરી ઓનલાઈન શિક્ષણ
કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારનો નિર્ણય,
10 એપ્રિલ સુધી સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ, કોલેજોની પરીક્ષા મોકૂફ
10 એપ્રિલ સુધી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય
આવતીકાલથી શરૂ થનારી કોલેજોની પરીક્ષા મોકૂફ રહેશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.