સુરત : સ્વચ્છતામાં નં 1 છતાં પણ 15 હજાર જેટલા લોકો પાયાની સુવિધાઓથી વંચિત !

સુરત : સ્વચ્છતામાં નં 1 છતાં પણ 15 હજાર જેટલા લોકો પાયાની સુવિધાઓથી વંચિત !

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : તાજેતરમાં સુરત ને સ્વચ્છતા ની બાબતમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે.ત્યારે શહેરની ' શાન 'માં અનેક ગણો વધારો થયો છે. પરંતુ હજુ પણ સ્વચ્છતામાં નંબર વન સુરતના કેટલાક વિસ્તારોમાં લોકો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે.

વરાછા ઝોન-એ, ઇલેકશન વોર્ડ નં.૧૪ માં સમાવિષ્ટ ઉઘરસ ભૈયાની વાડી, પાટીચાલ, નરસિંહ મંદિરનો ટેકરો, આંબાવાડી વિસ્તારના રહીશોને હજી સુધી મુળભુત પાયાની જરૂરિયાત એવા બંધ ગટર, સ્વચ્છ પીવાનું પાણી, રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ છે અને આ વિસ્તારમાં ૧પ,૦૦૦ની વસ્તી વચ્ચે ઠેરઠેર જાહેરમાં ગટરના દુષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ પર આંતરિક ગટરલાઇનોના અભાવે વહી રહયાં છે.

જેના કારણે આ  વિસ્તારના રહીશોએ બારેમાસ આ નર્કાગાર અને રોગચાળાનની ગંભીર  સ્થિતિમાં જીવન વ્યતિત કરવાની ફરજ પડી રહી છે તેમ છતાં તંત્ર અને શાસકોના પેટનું પાણી હલતું નથી ત્યારે સદર વિસ્તારની મને ફરિયાદ મળતા ત્યાં મુલાકાત લીધી અને ખરેખર નર્ક જેવી સ્થિતિમાં અહીંના લોકો રહે છે તેથી આજે સદર વિસ્તારના મોટી સંખ્યામાં લોકો અને વોર્ડ-14ના આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને મુગલીસરા સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશ્નર ને રજુઆત કરી હતી.