ઊંઝા : મોર્નિંગ ન્યુઝ ફોકસ ના અહેવાલ ને પગલે ગેસ કંપની સફાળી જાગી : ગ્રાહકોને થયો ફાયદો

ઊંઝા : મોર્નિંગ ન્યુઝ ફોકસ ના અહેવાલ ને પગલે ગેસ કંપની સફાળી જાગી : ગ્રાહકોને થયો ફાયદો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સાબરમતી ગેસ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી નાણા વસૂલ્યા બાદ પણ ગ્રાહકોને ગેસ કનેક્શન નું જોડાણ નહીં આપવા અંગે તેમ જ જોડાણ આપ્યા વિના બિલ ફટકારવા અંગેના સમાચારો ગઈકાલે ચાર ફેબ્રુઆરીના રોજ મોર્નિંગ ન્યુઝ ફોકસ અખબારની ડિજિટલ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા .

જેને લઈને ગેસ કંપની સફાળી જાગી હતી અને તાબડતોબ ગેસ કનેક્શનનું જોડાણ કર્યું હતું તેમજ ખોટી રીતે ફટકારેલ બિલ રદ કરવામાં આવ્યું હતું.

શું હતી સમગ્ર ઘટના ?

ઊંઝામાં સાબરમતી ગેસ લી.દ્વારા ગ્રાહકો પાસેથી કનેક્શન જોડાણ માટેના નાણાં વસુલ્યા બાદ પણ સમયસર ગેસ કનેક્શન નહિ આપતું હોવાની ફરીયાદો ઉઠી હતી. ગ્રાહક પાસેથી નાણાં વસૂલ્યાના 21 મહિના બાદ પણ કનેક્શન અપાયું ન હતું. તો બીજા એક ગ્રાહકને કનેક્શન જોડ્યા વિના જ 1752 રૂપિયા નું બિલ ફટકારવાની ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.